૧. VI THE JOBS પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે રજીસ્ટ્રેશન ફી ભરવી ફરજીયાત છે.

૨. રજીસ્ટ્રેશન ફી પેટે લેવામાં આવતી રકમ રજીસ્ટ્રેશનની તારીખથી ૧ વર્ષ સુધી અથવા તો ત્રણ ઇન્ટરવ્યૂ માટેના નોટિફિકેશન સુધી બંને માંથી જે વેહલું હોય તેટલા સમય સુધી માન્ય ગણાશે.

૩. સફતાપૂર્વક રજીસ્ટ્રેશન થયેલ નોકરી ઇચ્છુક ઉમેદવારને ૧ વર્ષના સમયગાળા દરમિયાન આ કંપની તરફથી વધુમાં વધુ ત્રણ ઇન્ટરવ્યૂ માટે નોટિફિકેશન મોકલવામાં આવશે.

૪. ઇન્ટરવ્યૂ અંગેના સ્થળે ઉમેદવારે સ્વખર્ચે અને સ્વજોખમે ઉપસ્થિત થવાનું રહેશે. આ અંગે અમારી કંપની કોઈ ખર્ચ ચુકવશે નહિ કે જવાબદાર રહેશે નહિ.

૫. વર્ષ દરમિયાન અમારી કંપની દ્વારા ઉમેદવારને વધુમાં વધુ ત્રણ ઇન્ટરવ્યૂ મારે નોટિફિકેશન મોકલવામાં આવશે જેમાં ઉમેદવાર હાજર નહિ થયેથી ઉમેદવારની તક ગણી લેવામાં આવશે.

૬. વર્ષ દરમ્યાન અમારી કંપની દ્વારા ઉમેદવારને ઇન્ટરવ્યૂના નોટિફિકેશન નહિ મોકલેલ હોય તો ઉમેદવારનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે જે માટે અલગથી ફી ભરવાની રહેશે નહિ.

૭. ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારે જોબ મેળવવા માટે આ કંપનીની રજીસ્ટડ ઓફિસ ખાતે પોતાના તમામ અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

૮. ઉમેદવારે રજીસ્ટ્રેશન કરતી વખતે ભરેલી તમામ માહિતી સાચી છે તેમ માનીને જ ઉમેદવારને જોબ માટેના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે. જેમાં ઉમેદવાર દ્વારા ખોટી માહિતી રજુ કરેલ હશે અને ઇન્ટરવ્યૂમાં ગેરલાયક ઠરશે તો તે અંગે આ કંપનીની કોઈ જવાબદારી રહેશે નહિ.

૯. ઉમેદવાર દ્વારા રજુ કરવામાં આવેલ માહિતી આ કંપની દ્વારા ઉમેદવારની જાણ બહાર અન્ય કોઈપણ સરકારી કે પ્રાઈવેટ કચેરીમાં પ્રોફાઈલ સ્વરૂપે કે અન્ય કોઈપણ સ્વરૂપે રજુ કરી શકાશે જે ઉમેદવારને સ્વીકાર્ય અને બંધનકર્તા રહેશે.

૧૦. રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ ઉમેદવારને જોબ મળે તે માટે આ કંપની સતત પ્રયત્નશીલ રહેશે તેમ છતાં જો ઉમેદવાર જોબ મેળવવામાં કે ઇન્ટરવ્યૂ મેળવવામાં નિષ્ફળ રહેશે તો આ અંગે ઉમેદવાર દ્વારા કંપની વિરુદ્ધ કોઈ દાવો કરી શકાશે નહિ કે કોઈપણ પ્રકારનું વળતર માંગી શકાશે નહિ.

૧૧. ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા બાદ સોંપવામાં આવેલ જોબમાં ઉમેદવાર પોતાની ફરજ ઉપર હાજર નહિ થાય તો ત્યારબાદ ઉમેદવારને નવેસરથી રજીસ્ટ્રેશન ફી ભરી પોર્ટલ પર રજીસ્ટડ થવાનું રહેશે.

૧૨. રજીસ્ટ્રેશન ફી સફળતાપૂર્વક કંપનીમાં જમા આવ્યા બાદ જ ઉમેદવારનું રજીસ્ટ્રેશન કાર્યરત થશે. કોઈપણ ટેકનીકલ ખામીના કારણોસર કંપનીમાં રજીસ્ટ્રેશન ફી જમા આવેલ નહિ હોય તો તે અંગેની તમામ જવાબદારી ઉમેદવારની રહેશે આ અંગે કંપની દ્વારા કોઈપણ પ્રકારનું રિફંડ કે વળતર ચુકવવામાં આવશે નહિ.

૧૩. રજીસ્ટ્રેશન ફી અંગેની ખરાઈ માટે ફક્ત પોર્ટલ પરથી જનરેટ થયેલી ફી ની રસીદ જ માન્ય ગણવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારના સ્ક્રિનશોટ, મેસેજ કે આધારો માન્ય ગણવામાં આવશે નહિ.

I ACCEPTED ALL TERMS & CONDITIONS AS ABOVE MENTIONED.

પ્રણાલી પુરોહિત - ટેલી એકાઉન્ટન્ટ - જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીની કચેરી

અલ્ફાઝ શેખ - આંકડા મદદનીશ - આઈ.સી.ડી.એસ. કચેરી

રાહુલ આંત્રોલિયા - કોમ્પ્યુટર ઓપરેટર - સરકારી પશુ દવાખાનું

હેતલ મહેતા - પ્રોજેક્ટ મેનેજર - ૧૫ મુ નાણાપંચ, જિલ્લા પંચાયત જૂનાગઢ

રાનેરા પૂજા - ટેકનીકલ આસી. - મહાત્મા ગાંધી રોજગાર બાહેંધરી યોજના (નરેગા)

સૂબા હર્ષ - કોમ્પ્યુટર એન્જિનિયર - જિલ્લા પંચાયત ગીર-સોમનાથ

કમલેશ સોલંકી - કોમ્પ્યુટર ઓપરેટર - નાયબ નિયામક, અનુ. જાતિ વિભાગ, ગીર-સોમનાથ

દવે ચાર્વીબેન - હિસાબનીશ - મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ

જય ધારેચા - પટાવાળા - પંચાયત શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ

ભરત ઝાલા - ડ્રાયવર